STORYMIRROR

Mehul Trivedi

Tragedy

4  

Mehul Trivedi

Tragedy

વધે શું જિંદગીમાં ?

વધે શું જિંદગીમાં ?

1 min
308

હાથ છૂટે, તો વધે શું જિંદગીમાં ?

સાથ છૂટે, તો વધે શું જિંદગીમાં ?


એક ડોશો એક ડોશી સંગ જીવે,

જીવ ઘૂંટે, તો વધે શું જિંદગીમાં ?


જીવતા જે લાકડીનાં એક ટેકે,

આશ તૂટે, તો વધે શું જિંદગીમાં ?


દીકરાઓ સાંભળે નહિ વાત જ્યારે,

મૌન ફૂટે, તો વધે શું જિંદગીમાં ?


કોણ 'ઘાયલ મેઘ'ની વ્યથાને સમજે,

આંસુ ખૂટે, તો વધે શું જિંદગીમાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy