રાત આખી
રાત આખી
1 min
238
રાત આખી કાંતતી રે'છે ગઝલ,
શ્વાસ થોડા માગતી રે'છે ગઝલ,
શબ્દ સઘળા રાખું બાંધી મૌનથી,
તોય હૈયે ગાજતી રે'છે ગઝલ,
છે ઝખમ અઢળક હૃદયનાં ખેતરે,
તોય યાદો વાવતી રે'છે ગઝલ,
આંખ આડા કાન કરું છું રોકવા,
તોય ભીતર વાગતી રે'છે ગઝલ,
એક સાંધું, તેર તૂટે એમ છે,
તોય મુજને સાંધતી રે'છે ગઝલ.
