નડી છે
નડી છે
1 min
364
ખુદાએ કરેલી કરામત નડી છે,
મને તો નરી આ શરાફત નડી છે,
નજારો નિહાળી નજરથી નજરનો,
નયનથી નયનની નજાકત નડી છે,
ચડી આજ શિખરે સફળતા પ્રણયની,
મનોમન ઘડેલી ઇમારત નડી છે,
હરખથી વસાવી છે યાદો હૃદયમાં,
લગોલગ બનેલી વસાહત નડી છે,
વચનથી થયો છું હું ઘાયલ તમારા,
જખમથી મળેલી મરામત નડી છે.
