STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Romance Tragedy Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Romance Tragedy Others

હસી લઉં છું

હસી લઉં છું

1 min
394

ક્યારેક જાત પર તો ક્યારેક, વીતેલી વાત પર હસી લઉં છું,

શું કરું ! ના ભૂલી શકાય, તો એની યાદ પર હસી લઉં છું,


જીવનના વળાંકે વિખરાતી, બિસાત પર હસી લઉં છું,

લાગણીઓના હસ્તાક્ષરે દર્દની, સૌગાત પર હસી લઉં છું,


સમયના બદલતાં જ છૂટતાં જતાં, સાથ પર હસી લઉં છું,

સંબંધોનાં ક્યાસમાં ખાલી રહી જતા હાથ પર હસી લઉં છું,


ફરી ફરી એની એ જ રાહે જીવનની, રઝળપાટ પર હસી લઉં છું,

મિથ્યાની ખોજમાં મરી ફિટતાં, અહંકારની રાખ પર હસી લઉં છું,


જિંદગીના સરવાળે શૂન્યના, માતબર હિસાબ પર હસી લઉં છું,

મુઠ્ઠી ભાગ્યની સરી, હવે જતી વેળા સાથેના અસબાબ પર હસી લઉં છું,


ક્યારેક જાત પર ! તો ક્યારેક, વીતેલી વાત પર હસી લઉં છું,

શું કરું ! ના ભૂલી શકાય, તો એની યાદ પર હસી લઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance