STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

જન્મદિવસ

જન્મદિવસ

1 min
354

વારંવાર જનેતાને યાદ કરાવે જન્મદિવસ,

સ્મૃતિઓ શૈશવ તણી સ્મરાવે જન્મદિવસ,


ગેરહાજરીમાં મન કેવું વિહ્વળ બની જતું,

એના ઉપકારો મનમાં ગણાવે જન્મદિવસ,


નિર્વ્યાજ પ્રેમ એનો કોઈની તોલે ના આવે,

એની સ્મૃતિઓ કેવી અકળાવે જન્મદિવસ,


આ સંસારમાં લાવી પ્રેમ પીરસનાર છે મા,

એનો હૂંફાળો અંક ના વિસરાવે જન્મદિવસ,


વર્ષોનાં વહાણાં વાયાં તોય વહાલ અકબંધ,

અતીતની સ્મૃતિઓ વાગોળાવે જન્મદિવસ,


સો જન્મ સુધી ચૂકવું તોય તારો ૠણી રહું,

જાણે નવા આશીર્વાદ અપાવે જન્મદિવસ,


પ્રભુ પહેલાં તારું સ્થાન છે મારે હે જનેતા !

યાદથી ઊભય નૈનને વરસાવે જન્મદિવસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy