એક આંસુ
એક આંસુ
અધુકડું જ એ બેસી રહ્યું, પાંપણના કિનારે એક આંસુ,
ને મટકું'યે માર્યા વિના જાગ્યું ! રાતભર એ એક આંસુ,
ઓસરી ગઈ ભરતી દર્દની ! ને રહી ગયું કાંઠે એક આંસુ,
ખુલી આંખોએ આવકાર્યું, ને રહ્યું વટ્ટથી ઉંબરે જ એક આંસુ,
આંખોએ કહ્યું હોત ઝૂકીને જરા, ખરી જતે તો એક આંસુ,
ખરે તો સ્મિતમાં ભળે બેરંગ, ને પછી હસ્યા કરે એક આંસુ,
ચિનગારી ! એ ઓસની દિલમાં, લ્હાય લગાડે એક આંસુ,
અવર્ણનીય એ સંવેદનાના, પડઘાઓ પાડે એક આંસુ,
ખુલી આંખે અકબંધ રાખ્યું "ઋજુ" ને, પલકારે પડ્યું એક આંસુ,
જોતાંજ એમને ઘેરાયું દિલ, ને વરસી પડ્યું પછી એક આંસુ.