STORYMIRROR

Sejal Ahir

Tragedy Inspirational

4  

Sejal Ahir

Tragedy Inspirational

નારી

નારી

1 min
842

કેટલીક વેદનાઓ નાજુક હૈયામાં સમાઈ છે,

દુઃખ, દરિદ્ર, લાચારીમાં જિંદગી હોમાઈ છે.


સમાજમાં રીતરિવાજો બનાવ્યા છે નારી માટે,

અંતરનાં આત્માના છેડેથી દિલથી ઘવાઈ છે,


દીકરી અને દીકરાના ભેદભાવ રાખ્યાં દુનિયાએ,

જન્મ પહેલાં કોખમાંથી દીકરીને ત્યજાઇ છે.


કેટકેટલીક આહુતિ આપતી રહેશે નારીઓ,

માન, મર્યાદાના ચક્રવ્યૂહમાં સતત ફસાઈ છે.


પારકી થાપણ માનીને નાનપણથી અળગી રાખે,

મોજ શોખને એળે મૂકીને કામકાજમાં લગાઇ છે.


સ્વતંત્રતા મળી પણ નારી ક્યાં સુરક્ષિત છે ?

બળાત્કાર,દહેજની માંગણીઓમાં નારી વીંટળાઈ છે.


હરપળ બીજા માટે જીવતી રહી છે નારી,

પ્રેમ માટે સતત તરસતી નારી અંદરથી ઘૂંટાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy