STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy Others

નહોતી ખબર

નહોતી ખબર

1 min
911

આંખોમાં મુઠ્ઠીભર શમણાંઓ સજાવ્યા હતા તારા

પણ નહોતી ખબર આ શમણાં ઓ અશ્રુ બનીને વહી જશે


હમસફર બનીને સંગ સંગ ચાલતા હતા

પણ નહોતી ખબર એક મતભેદની તિરાડ થી

આમ રસ્તાઓ ફંટાઈ જશે


વાવ્યા હતા સપનાઓના બીજ જીવન બાગે

સીચ્યુ હતું સ્નેહનું જળ અને નાખ્યું હતું પ્રેમનું ખાતર

પણ નહોતી ખબર અહંકારના વાવાઝોડાથી

વિરાન થઈ જશે આ બાગ


તણખલું તણખલું ભેગુ કરી

સર્જ્યો હતો આ સુંદર જીવન માળો

પણ નહોતી ખબર કે શંકાની હવાથી

વિખરાઈ જશે આ માળો


પ્રેમના હસ્તાક્ષરથી લખ્યો હતો

આ સગપણનો દસ્તાવેજ

પણ નહોતી ખબર કે

આ ગેરસમજના વરસાદથી

આ શબ્દો ભૂસાઈ જશે


Rate this content
Log in

Similar gujarati poem from Romance