STORYMIRROR

Bhanuben Prajapati

Romance Tragedy

4  

Bhanuben Prajapati

Romance Tragedy

દિલની લાગણી

દિલની લાગણી

1 min
342

દિલની ભીનાશને કોરી ખાતી

લાગણીઓનું અમૃતબિંદુએ જાણે

ઝબૂકતા સ્વરે કહી દીધું,

'અરે તું કેમ છે ?'


દિલમાં સ્પર્શતી પ્રેમની એક

પ્રેમભરી સુવાસ મહેકતી બોલી,

'અરે હું તો તારા દિલ છુપાયેલ સ્નેહ છું

તું શોધે કેમ છે ?


દિલની ભીની લાગણીઓ બોલી;

'હું, સુકાયેલી પ્રેમની વેદનામાં ભળી

આજે હું પાનખર બની દર્દમાં વહેતી

એમ કેમ છે ?'


દિલના દરવાજે એક અવાજ આવ્યો,

'તું, નિસ્વાર્થ પ્રેમને યાદ કરી

નિખાલસ પ્રેમને અપનાવી,

બોલ હવે કેમ છે ?'


હદયમાં એક પ્રેમની નજર ભળી

સુની લાગણીઓ એકદમ વસંત થઈ ને બોલી,

'અરે શંકા કરતી દિલની વાતો એ તારો વહેમ છે.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance