STORYMIRROR

Vishal Parmar

Romance

3  

Vishal Parmar

Romance

ઝંખના

ઝંખના

1 min
26.9K


નથી કોઈ રસ્તો કે નથી કોઈ મંજિલ મારી

મળે તું મને ક્યાંક એ જ છેલ્લી આશ મારી...

શરદની ગુલાબી ઠંડીમાં હું ઇચ્છું બસ હૂંફ તારી,

આંખો પણ ત્યજે ઊંઘને એ ઇચ્છે કલ્પના તારી...

સઘળું આપ્યું ઇશ્વરે મને છતાં ઈબાદત કરું તારી,

રાતોના ઉજાગરા ને યાદો તારી આદત બની ગઈ મારી...

સમય ઘણો વિત્યો ને હજી પણ વિતે ઝંખનામાં તારી,

તું સમજવા છતાં પણ નજરંદાજ કરે આ હાલતે મારી...

ન ઝંખે તું મિલન એમ સમજાવ્યું દિલને ભાષામાં મારી,

પણ દિલ તો પાગલ છે 'અંત'નું જે સમજે પ્રેમની ભાષા તારી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance