STORYMIRROR

Bipin Agravat

Romance

3  

Bipin Agravat

Romance

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ…

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ…

1 min
27.4K


પ્રેમ કેરું આલિંગન આપી તમને પોઢાડું આજ,

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ… (૨)

 

શિર તમારું મારા હાથના ઓશિકા પર રાખો,

હેતેથી પછી હાથ ફેરવું આંખો મીંચી નાખો,

હું છું તમારો જીવનસાથી, શાને આવે લાજ,

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ… (૨)

 

અધર-સ્પર્શના વરસાદથી હું તમારા તનને ભીંજાવું,

પ્રેમનગરમાં રમતાં-રમતાં મારામાં તમને સમાવું,

નિરવકાશ હો આપણી વચ્ચે થાય જરી ન અવાજ,

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ… (૨)

 

જનમોજનમના છીએ સંગાથી કાયમ ભેળાં રહીશું,

જીવનના સુખદુઃખમાં સાથ એકબીજાને દઈશું,

ખુલ્લી કિતાબ છે આપણું જીવન નથી કોઈપણ રાજ,

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ… (૨)

 

પ્રેમ કેરું આલિંગન આપી તમને પોઢાડું આજ,

પિયુજી… લ્યોને નિરાંતનો શ્વાસ… (૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance