STORYMIRROR

Pushpa Maheta

Romance

3  

Pushpa Maheta

Romance

ત્રોફું તને

ત્રોફું તને

1 min
26.9K


આજ સાજન ફૂલથી પોખું તને,

રાજ મારા દિલ મહી ગોપું તને.

ભીતરે એક પ્રીત ઉછેરું પછી,

છુંદણાની ભાતમાં ત્રોફું તને.

રાતરાણી શ્વાસમાં મ્હેંકી ઊઠી,

રહેજ પીઉં સહેજ હું ઢોળું તને.

આમ તું ચોપાસ છે મારી છતા,

તોય ક્યાં દેખાય કે શોધું તને?

એ રીતે આરાધના તારી કરું,

પ્રેમના અક્ષર અઢી ગોખું તને?

ઐક્ય જેવું પાંગરે છે ભીતરે,

શું હવે આપી શકું નોખું તને?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance