STORYMIRROR

Hasmukh Tank

Inspirational Romance

3  

Hasmukh Tank

Inspirational Romance

એવું થોડું ચાલે!

એવું થોડું ચાલે!

1 min
26.5K


પ્રેમ આજે કરવો નથી કરશું કાલે,

એવું થોડું ચાલે!

તારા તે નામનો સૂરજ ઊગે ને

અજવાળું પાથરે છે બારણે;

હૈયું લીલુંછમ, આંખોમાં ઉછળકૂદ,

ગોરી તારા સહવાસના કારણે.

વીંધાયો છું હું તારા મધમીઠાં વહાલે,

પ્રેમ આજે કરવો નથી કરશું કાલે,

એવું થોડું ચાલે!

હૈયાંમાં આજે ખીલી છે મોસમ

સપનાંઓ મસ્ત બની ઝૂલે,

પાટલે બેસી સાથે આરોગશું;

સ્નેહના આંધણ છે ચૂલે.

વસંત પાંગરતી જ્યારે તું હાથ મારો ઝાલે.

પ્રેમ આજે કરવો નથી કરશું કાલે,

એવું થોડું ચાલે!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational