Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Tank

Romance Others

4  

Hasmukh Tank

Romance Others

હજુ પણ સંભળાય છે મને

હજુ પણ સંભળાય છે મને

1 min
223


હજુ પણ સંભળાય છે મને વાંસળીનો સૂર,

થનક - થનક નાચતી રાધાનું નૂપુર,


કૃષ્ણએ એવો રંગ લગાડ્યો ગોકુળને,

સ્નેહની ફૂટે સરવાણી સ્પર્શી એની ધૂળને,

કદંબનું આ તરુવર રેલાવે રે સૂર,

હજુ પણ સંભળાય છે,


વહેતી મૂકી છે એણે વાયરામાં વાતને,

જગાડી છે એણે સપનામાં રાતને,

મારી આંખોમાં જુઓ કેવું નૂર !

હજુ પણ સંભળાય છે,


ઘૂઘવે છે હજુ એના સ્મરણનો દરિયો,

શોધું છું હું, ક્યાં ગયો તું સાંવરિયો ?

હૈયું ચડ્યું હિલ્લોળે ને આવ્યું પૂર,

હજુ પણ સંભળાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance