STORYMIRROR

Hasmukh Tank

Inspirational Others

4  

Hasmukh Tank

Inspirational Others

બહેની બાંધે વીરને રાખડી રે લોલ

બહેની બાંધે વીરને રાખડી રે લોલ

1 min
217

બહેની બાંધે વીરને રાખડી રે લોલ

રક્ષા કરજો મારા નાથ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


કુટુંબ પરિવારતણો વારસો રે લોલ

આભે ચમકતો જેમ ચાંદ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


ઊજળું થયું આજ આંગણું રે લોલ

પ્રભુના એ પ્રેમનો પ્રસાદ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


પ્રેમેથી લઉં હું ઓવારણા રે લોલ

જમાડું દૂધપાક ખીર રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


એક'દિ જવાની હું સાસરે રે લોલ

ઘરનો ઉજાસ મારો વીર રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


અમૃત ઝરે એના મુખથી રે લોલ

વાણી એની મીઠી મધુર રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


સમજણનો સુગંધી દરિયો રે લોલ

વાદ-વિવાદ રહેતા દૂર રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


મારા જીવનનું એ ફૂલડું રે લોલ

મઘમઘતું રહે આસપાસ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


એટલી વિનંતી ઈશને રે લોલ

મળજો એનો ભવોભવ સાથ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ,


બહેની બાંધે વીરને રાખડી રે લોલ

રક્ષા કરજો મારા નાથ રે

ભઈલો મારો મને લાડકો રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational