Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Tank

Inspirational

4  

Hasmukh Tank

Inspirational

લ્યો, હું ઊર્મિગીત લખું

લ્યો, હું ઊર્મિગીત લખું

1 min
341


લ્યો, હું ઊર્મિગીત લખું

જીવનની સમજણનું સંગીત લખું

લ્યો, હું ઊર્મિગીત લખું,


શ્રદ્ધા- સંતોષ-સ્નેહના

કંકુ પગલાં પાડું

નિંદાના નિંદામણને

જીવનમાંથી કાઢું

હારું જીવનમાં હું તોયે

હૃદયમાં હું જીત લખું

લ્યો, હું ઊર્મિગીત લખું,


સંબંધો શ્વાસમાં વણી

મૂકું "મારું-તારું"

હૈયાંરૂપી આવકારાથી

જીવન આ સંવારું

સુખનો સૂરજ રોજ ઊગે

પ્રાર્થના એવી નિત લખું

લ્યો, હું ઊર્મિગીત લખું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational