STORYMIRROR

Hasmukh Tank

Inspirational

4  

Hasmukh Tank

Inspirational

પ્રેમ પાથરીએ સઘળે

પ્રેમ પાથરીએ સઘળે

1 min
278

પ્રેમ પાથરીએ સઘળે, વહેમનું વાઈન્ડ અપ કરીએ

વિશ્વાસનું વર્કીંગ મોડેલ બનાવી

સૌના દિલમાં વસીએ,


સંસ્કારના ન મળે સર્ટીફિકેટ

પ્રામાણિકતાનો ન મળે પાસ,

ખાનદાનીનું નથી ખૂલતું 

એ તો ઊગી નીકળતી આપોઆપ,

મમતાનું મેનેજમેન્ટ કરી 

માણસ માણસ રમીએ,


પ્રેમ પાથરીએ સઘળે, વહેમનું વાઈન્ડ અપ કરીએ

વિશ્વાસનું વર્કીંગ મોડેલ બનાવી

સૌના દિલમાં વસીએ,


ઉદારતાની કોઈ ઓડિયો સીડી

નથી મળતી બજારમાં

પ્રભુનું પ્લાનિંગ છે અનોખું

કિસ્મત નથી આવતું કારમાં

આનંદનું એકાદ એડ્રેસ લઈ

સૌને ઈમેઈલ કરીએ,


પ્રેમ પાથરીએ સઘળે, વહેમનું વાઈન્ડ અપ કરીએ

વિશ્વાસનું વર્કીંગ મોડેલ બનાવી

સૌના દિલમાં વસીએ,


સંવેદનાની સ્કૂલમાં જો

એડમિશન લઈ લઈએ 

માનવતા તો મહેકી ઊઠે

ગાર્ડન ગાર્ડન થઈએ,

હળીએ - મળીએ રહીએ સાથે

સ્વર્ગનું સર્જન કરીએ,


પ્રેમ પાથરીએ સઘળે, વહેમનું વાઈન્ડ અપ કરીએ

વિશ્વાસનું વર્કીંગ મોડેલ બનાવી

સૌના દિલમાં વસીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational