STORYMIRROR

Harshida Dipak

Romance

3  

Harshida Dipak

Romance

તું યે ચૂપ ... હુ યે ચૂપ ...

તું યે ચૂપ ... હુ યે ચૂપ ...

1 min
26.3K


હો .. હો .. હો ....

ઓલો મેઘલો વરસે સોહમ સોહમ....

લીલી ધરતી કંઈ તરસે મોઘમ મોઘમ ....

     તું યે ચૂપ ... હું યે ચૂપ ....

ગાલની લાલી રડતી હાલી 

   આંખનું કાજળ ઢળતું હાલ્યું

પાંપણ નીચી પડતી ઝાલી 

   હૈયામાં  કંઈ  હળવું હાલ્યું

હો ... હો ... હો ...

વહેતો ધીમો સમીરો ગુમસુમ ગુમસુમ ...

નાદ હળવેથી સંભળાતો સુનમુન સુનમુન ...

     તું યે ચૂપ ... હું યે ચૂપ ...

નજરું તારી બોલતી જાતી 

    મન માલીપા એક કહાની

વાયરો વીટી ઝાંઝરી ગાતી 

    આકાશેથી  વરસી બાની

હો ... હો ... હો ...

તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન ...

ભીંજે રાધા - ઘનશ્યામનું મીઠું ઉપવન ... 

     તું યે ચૂપ ... હું યે ચૂપ ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance