STORYMIRROR

Pushpa Maheta

Inspirational Romance

3  

Pushpa Maheta

Inspirational Romance

હું અને તમે

હું અને તમે

1 min
26.9K


હું તમારી થઈ ને તમે મારા થયાં,

એને કેટલાય વરસોનાં વહાણાં વહ્યાં.

આ જીવનપથ પર ચાલતાં ચાલતાં,

આપણે રસ્તો ટૂંકો બનાવતા ગયા.

પડ્યા આખડ્યા તૂટ્યા ભાંગ્યા,

ઊભા થઈ હાથ પકડી સંભલતા રહ્યા.

કેટલાય કાંટા ચૂભ્યા પગમાં,

એને ખેંચી કાઢી ફગાવી દીઘાં,

એકાબીજાને મલમ લગાવી ઘા રુઝાવી દીધાં,

એકમેકને નજીકથી ઓળખતા ગયા.

જીવન મધુરું ને સાલસ બનાવતા ગયા.

ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ,

ક્યારેક અબોલા ક્યારેક બોલચાલ.

ક્યારેક રુઠવું ક્યારેક મનાવવું,

ક્યારેક ઝૂકવું ક્યારેક ઝૂકાવવું.

આ બધાં ટમટમતા તારલા,

આપણો જીવનપંથ ચમકાવતા ગયા.

લાગે હજી જાણે હું વીસ વર્ષની કોડીલી,

ઘરચોળું ઓઢીને આવી છું.

જોતજોતામાં બની માતાને બની દાદી,

ને વડદાદી પહોંચવાને આરે છું.

ઓ પ્રિય મારું જીવન ઉજ્જવળ બન્યું તમારા થકી,

મેં તમને સાથ આપ્યો ને તમે મને સંભાળી.

લાગે જાણે એવું એકાકાર થઈ ગયા,

એકામેકાની કાયા ને એકાબીજાના પડછાયા.

મનોમન હું રાજી થાઉં મર્યાદા પુરુષોત્તમ પામી,

ને સાચું કહેજો લાગે તમને પામ્યા સીતા મહારાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational