STORYMIRROR

Zankhana Vachhrajani

Romance

3  

Zankhana Vachhrajani

Romance

લીલેરી ભાતે રંગ રાતો

લીલેરી ભાતે રંગ રાતો

1 min
25.8K


 પાન લીલા મહેંદીના હોંશ ધરી પીસાયા,

   મનના માણીગરને પામવાના ઓરતા,

ઘેલી રે ગોરીનું હૈયું થનગનતું 

   લીલી છે લાગણીને સપના ગુલાબી

પિયુને પામવાના સોનેરી અવસરિયા 

    પરથમ પગલે ગણપતિ બેસાડું

એકે છંદે બીજે છંદે મા રાંદલને વધાવું 

      તાલીઓના તાલે ઝાંઝરના ઝમકારે

કોડીલી કન્યાને મહેંદીની ભાતે 

   રંગાશે સપનાઓ છમ છમ 

લીલીછમ ભાતમાં રાતા તે રંગમાં 

   સોનાને બાજોઠીયો મોતીએ શણગાર

ઝંખના વિસ્તરશે અગમ નિગમની 

    કોડીલી કન્યાને કંકુ ચોખાએ વધાવી

       


Rate this content
Log in

Similar gujarati poem from Romance