STORYMIRROR

Zankhana Vachhrajani

Drama

3  

Zankhana Vachhrajani

Drama

કૂંપળ- અછાંદસ

કૂંપળ- અછાંદસ

1 min
332

એક કૂંપળ ફૂટી રહી છે,

વસંતના આગમનની છડી જાણે,


પાનખરના વિરહની ગાંઠમાંથી,

એક કૂંપળ ફૂટી રહી છે,


સૂકા આ દેહને લીલુંછમ કરશે,

રોમ રોમને પુલકિત કરશે,


અંગ,અંગ અંગડાઈ લેશે,

એક કૂંપળ ફૂટી રહી છે,


પંચતત્વને ઘાટે ઘડાતી,

અંતરના ઓરડે તેજ પ્રકટાવતી,


રગ રગની ધારે બંધાતી,

એક કૂંપળ ફૂટી રહી છે,


ન તારું, ન મારું, એ આપણી,

બેયની ધારા એકમમાં સમાણી,


ત્યારે મંગલત્રિકોણની રચાણી,

એક કૂંપળ ફૂટી રહી છે,


સૂરજનું તેજ,ચંદ્રની ચાંદની,

ઝાકળના મોતીએ નીતરતી,


ઝંખનાનાને મૃદુતામાં ભીંજવતી,

એક કૂંપળ ફૂટી રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama