STORYMIRROR

Zankhana Vachhrajani

Children

3  

Zankhana Vachhrajani

Children

હાલરડું - તારો ખર્યો

હાલરડું - તારો ખર્યો

1 min
1.1K



હા,હા,,હા લુલુ હા ,,,


એક તારો ખર્યો ને મારા આંગણ આવ્યો,

મઘમઘતો જાણે મોગરો આવ્યો,હા,હા,,


રુમઝુમતા સપનામાં એવો રણક્યો,

ઘુઘરીના ઘમકંતા તાલ લાવ્યો,

નાજુક ને નમણું એ વહાલ લાવ્યો,

એક તારો ખર્યો ને મારા આંગણ આવ્યો,

હા,હા, હમમ,હાલા હાલાહા,,


દૂર ગગનથી એ તારો આવ્યો,

ગુરુ,શુક્ર,શનિનો પ્રેમ લાવ્યો,

બુદ્ધિ ને,રુપની, રિદ્ધિ લાવ્યો,

દુનિયામા રહેવાની હિંમત લાવ્યો,

એક તારો ખર્યો ને મારા આંગણ આવ્યો,

હા,લુ લુ હા,,હા,,


મંગળના ગંગળથી શકિત આવી,

મારા તે આંગણે દિકરી આવી

ધગધગતો આવ્યોને ખુશી લાવ્યો,

ઝંખનાની ચેતના મહેકી ઉઠી ,

એક તારો ખર્યો ને મારા આંગણ આવ્યો,

મઘમઘતો જાણે મોગરો આવ્યો,

હા,હા,હા,લા,લા..


Rate this content
Log in

Similar gujarati poem from Children