STORYMIRROR

Zankhana Vachhrajani

Others

2  

Zankhana Vachhrajani

Others

મેહુલિયો

મેહુલિયો

1 min
2.3K


આ આભ ગજવતો
વીજ ચમકારે હું મેહુલિયો આવ્યો રે,
શીદને તારી આંખ મીંચાણી રે,
કોરી ધાકોર તુજને મારે
ભીંજવવી છે અનરાધારે
મન મુકીને હું વરસું છું તો
શીદને તારી આંખ મીંચાણી રે..
 
એકમેકના સંગાથે
મિલનની ઝંખના અદકેરી
હું તુજને તું મુજને પામી
તા તા થૈયા થાવા દે
મિલનની આ મુગ્ધ ઘડીમાં
છમછમ તરબોળ થાતા રે
ઝરમર ભીના હેતને આ તનમ
હરખથી હરિયાળી પાંગરવા દે
 
 


Rate this content
Log in