મેં દિલ દીધું ના હોત!
મેં દિલ દીધું ના હોત!
મેં દિલ દીધું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!
પાંપણના પલકારે મન વશ થયું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!
ઉરના અંધકારને ટાર્યો તે સ્નેહ જ્યોતથી તારા,
ઝીલી લીધા પાલવમાં જે દુ:ખ છલકાયા મારા.
જીવન અર્પ્યું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!
ગાજી ઊઠ્યું ઘર મારું તારા કંકણના રણકારથી,
ફૂલ ખિલ્યાં ઉપવનમાં જે એક તારા સહકારથી.
બહાર ખિલી ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!

