STORYMIRROR

Pravina Avinash

Romance

3  

Pravina Avinash

Romance

આજ મારે આંગણે કાનો !!

આજ મારે આંગણે કાનો !!

1 min
26K


 

 

 

 

આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર જો

તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો

નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર જો

મોરમુગટ માથે ને સંગે સોહે મોરપીંછ જો

કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો

ગોપબાળોની સંગે નટવર નટખટ સોહાય જો

મહીડાં માખણ ચોરી લાલો બેઉ હાથે મંડાણો જો

મધુરી મીઠી વાંસલડીના સૂરમાં ભાન ભૂલી જો

ગોપીઓની સંગે રાસલીલામાં વ્રજની રેણુ હરખે જો

જુગલ જોડીની ઝાંખી કરતાં હૈયે હરખ ન માય જો

હું તમારી તમે છો મારા જીવનો થયો ઉદ્ધાર જો

આવ્યા ત્યારે ભલે પધાર્યા અંતરે કીધો વાસ જો


Rate this content
Log in

Similar gujarati poem from Romance