STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Tragedy Others

4  

Sweta Sardhara "shwetgzal"

Tragedy Others

સંબંધ

સંબંધ

1 min
416

સ્વાર્થના પાયા પર સ્થપાય છે સંબંધ

નિસ્વાર્થ ભાવે ક્યાં નીભાવાય છે સંબંધ,


જન્મજાત મળેલ છે ક્યાંક સંબંધ

તો ક્યાંક જાતે પસંદ કરાય છે સંબંધ,


હેતુ વગરના ના હોય હેત ક્યાંય

સ્વાર્થ સાથે જ બનાવાય છે સંબંધ,


એક ક્ષણ માટેનો ખેલ હોય છે ક્યાંક

તો ક્યાંક જીવનભર જીવાય છે સંબંધ,


શરૂઆતમાં તો વિશ્વાસથી ભરપૂર અને

અંતમાં તો દગાથી હણાય છે સંબંધ,


સાચા હૃદયથી કરેલ હોય છે જ્યાં સ્નેહ

સમાજના રિવાજોથી દટાય છે સંબંધ,


અંતિમ શ્વાસ સુધી જીવંત રહીને

પવિત્ર સ્નેહથી ભીંજાય છે સંબંધ,


કુદરત પણ સાથ આપે છે જ્યાં 

વગર શરતો એ બંધાય છે સંબંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy