STORYMIRROR

Prakashkumar Solanki

Tragedy

3  

Prakashkumar Solanki

Tragedy

સમયની છળ

સમયની છળ

1 min
207

મને તો એમ હતું,

કે તારી સાથે વિતાવેલી એક પળ હતી,

મને ક્યાં અંદેશ હતો,

કે આ તો બસ સમયની એક છળ હતી,


તારી સાથે વિતાવેલ એક એક પળ,

પથારીની ચાદરમાં પડેલા એ તમામ સળ,

મારા અધરો પર વહેલું એ તારા અધરોનું જળ,

મારા મહીં થઈ વહેલી તું નદી ખળખળ,


યાદ આવે છે તારી સંગ એ તમામ ક્ષણો વિતાવેલી,

અને આજે પણ છે એ પળોમાં પાછા ફરવાની તાલાવેલી,


પરંતુ જાણે

વરસ ગયું ને વાત ગઈ,

મારામાંથી જાણે મારી જાત ગઈ,


બસ હવે મારી પાસે માત્ર યાદોમાં એ પળ છે,

અને હું સમજાવું છું ખુદને કે આ બધુ માત્ર છળ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy