STORYMIRROR

Prakashkumar Solanki

Tragedy

3  

Prakashkumar Solanki

Tragedy

તું નથી, પણ તારી યાદ છે

તું નથી, પણ તારી યાદ છે

1 min
204

હું બસ એ ગલીમાંથી ગાડી કાઢી નીકળતો હતો,

મારી મંજિલ તરફ જવા કાજે શેરીમાં વળતો હતો,


ને અચાનક મારી સામે આવી એક ગાડીને બ્રેક લાગી,

અને બસ એ જ ક્ષણમાં મારા હૃદયને ઠેસ લાગી,


કહ્યું તો હતું તે એમ કે અલ્યા કાંઈ દેખાતુંં નથી,

સમજાવતો કેમ તુંજને કે હા તારા સિવાય કશુ દેખાતુંં નથી,


જાન્યુઆરીની નજર ફેબ્રુઆરીમાં પ્રેમમાં પલટાઈ હતી,

કારણ તુંં આખો મહિનો મને એ જ શેરીમાં ભટકાઈ હતી,


રોજની લડાઈ ને તું અજાણી પ્રિતમાં પલટતી ગઈ,

જતી વેળાએ રોજ તું પલટીને સ્મિત સાથે જોતી ગઈ,


તળાવની એ પાળ પાસે એકબીજાની રાહ જોવાનું,

મળીએ જયાં પણ આપણે એક બીજામા ખોવાનું,


યાદ છે એ દિવસ જ્યારે તું ન આવી પણ બસ મેસેજ આવ્યો,

એપ્રિલમાં જ્યારે તારો રિપોર્ટ કોરોનાંનો પોઝિટિવ આવ્યો,


બહુ પછડાયો હું પણ મને દવાખાનામાં ભીતર ન જવા દીધો,

કેવો હતો એ સમય કે મને એ રોગે તારો ન થવા દીધો,


આટલા મહિનાઓ થયા તો પણ હજુ મને વિશ્વાસ નથી,

હર પળ તું સાથે હતી ને હવે અચાનક કેમ મારી પાસ નથી,


તું હયાત નથી પરંતુ મારી ભીતર સદાય તું આબાદ છે,

તું સાથે નથી પરંતુ મારી સાથે તારી તમામ યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy