STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Others

4  

Ashuman Sai Yogi Ravaldev

Others

કાળજા કેરા દાન

કાળજા કેરા દાન

1 min
786

કાળજા કેરા દાન દિધ્યા આજે, દિકરી નામે રે

હૈયું ઉંબરે મૂકી દિધ્યુ આજે, વહાલી નામે રે

કાળજા કેરા દાન...


વહેતો નોતો જે દરિયો, આજ ખાલી થઈ ગ્યો રે,

હૈયે લાગી આગ એવી, જે ઓલવી ના હોલવાય રે,

કાળજા કેરા દાન...


આયખું આખું દાન કર્યા મેં, હસતા મુખે રે,

પણ, રંગીલુ કન્યાદાન મને, આજ ભીંજવી ગયું રે,

કાળજા કેરા દાન...


સૂનો માંડવડો ને સૂનો સંસાર, વહમો થયો રે,

છેલ્લો તારો ધ્રુસકો આજે, કારમો થયો રે,

કાળજા કેરા દાન...


વેલડા તારા પૂગી ગયા ને, "આશુ" પગરવ તૂટયા,

કંકુ થાપા તારા એવા પડયા જાણે, પા પા પગલી રે,

કાળજા કેરા દાન...


દલડા દૂભવી હોઠ મલકાવ્યા,ત્યાં મમતા રુઈ રે,

ભાઈ ભોજાઈઓ એવી રોતી, જાણે ભરતી કૂઈ રે,

કાળજા કેરા દાન...


કાળજા કેરા દાન દિધ્યા, આજે દિકરી નામે રે,

હૈયું ઉબરે મૂકી દિધ્યુ આજે, વહાલી નામે રે,

કાળજા કેરા દાન...


Rate this content
Log in