STORYMIRROR

Kaushal Sheth

Tragedy Others

4  

Kaushal Sheth

Tragedy Others

દેખાય છે

દેખાય છે

1 min
358

છે ચશ્મા પર વરાળ જામી, કે આંખે ભેજ દેખાય છે,

જાજુ હવે જોવાતુ નથી, પણ  સ્હેજ  દેખાય છે,


જિંદગીની આ બપોર છે, આ છે નહિં પરોઢીયું ,

મારા જ શ્વાસ ગરમ નીકળ્યા,કારણ એજ દેખાય છે,


જાત ઘસીને ઉજાળ્યા હતા, અમે એને વરસોવરસ, 

સંબંધો તૂટ્યા ઘણે પણ તિરાડોમાંથી તેજ દેખાય છે,


પહેરી પાનેતર ચાલી આવે, માવતરના ઘર છોડીને,

કોઈને એમાં દિકરી દેખાતી, કોઈને દહેજ દેખાય છે,


અનુભવે લૂછી આંખો, ત્યારે જ ભ્રમણા દૂર થઈ,

સાચી તસવીર જમાનાની, 'સ્તબ્ધ' હવે જ દેખાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy