STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમનો સૂર્યોદય

પ્રેમનો સૂર્યોદય

1 min
220

સપનામાં નિરખું છું રોજ તુજને હું,

રૂબરૂં મુલાકાત તારી ક્યારે થાશે ?

રાત્રીઓ વિતાવું છું તારા ગણીને હું,

પ્રેમનો સૂર્યોદય મારો ક્યારે થાશે ?


તડપી રહ્યો છું મિલનની આગમાં હું,

મધુર મિલન તારૂં ક્યારે થાશે ?

સજાવી રહ્યો છું સપનાનો મહેલ હું,

આગમન તેમાં તારૂં ક્યારે થાશે ?


વિરહમાં દિવસો વિતાવી રહ્યો છું હું,

પ્રેમનું ઉદ્યાન હવે ક્યારે ખીલશે ?

જીવી રહ્યો છું જુદાઈના દિવસો હું,

પ્રેમ જ્યોત ક્યારે પ્રજવ્લીત થાશે ?


હરપળ તારી વાટ જોઈ રહ્યો છું હું,

સપનું સાકાર મારૂં ક્યારે થાશે ?

"મુરલી"તુજને દિલમાં સમાવીશ હું,

એકલતાનો અંત ક્યારે આવશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance