તારા ગયા પછી
તારા ગયા પછી
બેરંગ બની ગયું મારું તારા મૃત્યુ પછીનું જીવન,
લીધો સફેદ રંગ પહેરી, તારા ગયા પછી.
કોને બતાવું ? કોના માટે કરું શણગાર હું ?
જીવતી લાશ બની ગઈ, તારા ગયા પછી.
શ્વાસ છે તો શ્વસી રહી છું, કેમ ખબર નથી,
યાદો બનીને રહી ગઈ, તારા ગયા પછી.
દિલ તો કેવું ઝૂરી રહ્યું છે એક સ્પર્શને પામવા ?
હવાની લહેરો બની સ્પર્શી ગઈ, તારા ગયા પછી.
તારા વિશ્વાસનાં સહારે જીવતી હતી,
નિઃસાસાના ગમમાં ડૂબી ગઈ, તારા ગયા પછી.
એકજ દિલની ધડકન બનીને જીવ્યાં આપણે,
તારી ધડકન મારામાં સમાય ગઈ, તારા ગયા પછી.
"સખી" રાખજે મારી જગ્યા તારી સાથે ત્યાં પણ,
ત્યાં આવવાની રાહ જોતી રહીશ, તારા ગયા પછી.
