કજીયાથી પરેશાન પતિ
કજીયાથી પરેશાન પતિ
ન કર કજીયો મુજ સંગ વ્હાલી,
પરેશાન કરવાનું ગમે છે તુજને,
રાઈનો પર્વત બનાવીને વાલમ,
રોજ સતાવ્યા કરે છે તું મુજને.
તુજને સમજાવી થાકી ગયો છુ હું,
સલાહ કેમ ગમતી નથી કદી તુજને,
વાતાવરણ ઘરનું તંગ ન કર વાલમ,
શાંતિ નથી લેવા દેતી કદી તું મુજને.
ગુસ્સે ન થવા તુજને વિનંતી કરૂં હું,
પિયરની ઘમકી દેવાનુ ગમે છે તુજને,
દિન-રાત બેચેન ન કર મુજને વાલમ,
તડપાવ્યા કરે છે કાયમ તું મુજને.
દિલથી સાચો તુજને પ્રેમ કરૂં છુ હું,
પ્રેમનું મહત્વ સમજાતું નથી તુજને,
ઝાંખીને જોઈલે મારા દિલમાં વાલમ,
પ્રેમથી સાંભળીલે ક્યારેક તું મુજને.
પ્રેમનો સાગર તુજ પર વહાવું છું હું,
પ્રેમનું અમૃત પીવું ગમતું નથી તુજને,
"મુરલી" ન રહે તું દૂર મુજથી વાલમ,
પ્રેમનો તરસ્યો ન રાખીશ તું મુજને.

