ઝીલો ઝીલોને સરવર ઝીલણ
ઝીલો ઝીલોને સરવર ઝીલણ
ઝીલો ઝીલોને સરવર ઝીલણ..
ઝીલો ઝીલોને સરવર ઝીલણ
આભ મારું હેલે ચઢ્યું
ખુલી ખીલવોને કામણ કમળ
મન મારું મહેકે મઢ્યું
કોણ રંગતું કિરણ કટોરે?
પવન પીંછણું હસ્યું
લાખ લાખેણાં દર્શન ઝીલું;
સરવર અંગ સોને જડ્યું
ઢાળોને કોઈ કલરવ ખાટું,
મન મારું શમણે ખીલ્યું
રૂડી લહેરો રમાડે સ્પંદન
ગીત મારું હેલે ચગ્યું
આથમતા શોરે મંડાઈ નજરું
આભલડું ભાતે ભર્યું
ઝીલોને સરવર, મારાસજન!
હૈયું મારું ભાવે ઝૂલ્યું

