STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

નારીની વેદના

નારીની વેદના

1 min
319

આવ્યો છે તો શંકાનું નિવારણ કરતો જા,

હવે લગાવેલાં આરોપનું નિવારણ કરતો જા.


મારી વેદનાઓને સાચવી છે દિલમાં,

હવે લગાવેલી આગને તું ઠારતો જા.


યુવાનીની સોનેરી પળો તને આપી દીધી,

હવે બુઢાપામાં શાંતિ આપતો જા.


તારા કેટલાય ઝખમો મેં સહ્યાં છે,

હવે ઘવાયેલો ચહેરો જોઈ તું જીવતો જા.


ભરપૂર પ્રેમ લઈને આવી હતી તારી પાસે,

મારા જ લાગણીઓના દરિયામાં ડૂબતો જા.


મારી સચ્ચાઈની તે અગ્નિ પરીક્ષા કરી લીધી,

હવે તારી જ શંકામાં તું સલવાતો જા.


"સખી" એક શકુન ભરી જિંદગી માગી હતી,

હવે બળતા લાકડાની જેમ તું જલતો જા. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy