મને ન સમજાયું
મને ન સમજાયું
રાહ જોતી હતી તારી,
થયો પગરવ તારો,
છતાં તું નહતો,
એ મને ન સમજાયું.
મહેફિલ સજાવી હતી,
સિતારાઓ આવ્યાં હતાં,
તેમાં તું ન હતો,
એ મને ન સમજાયું.
પાગલ હતી તારા પ્રેમમાં,
જોયાં હતાં સપનાઓ તારા,
દિવા સ્વપ્નમાં તું નહતો,
એ મને ન સમજાયું.
આપ્યું હતું વચન મને,
સાથ નિભાવીશું જિંદગીભર,
ક્યાંય તું નહતો,
એ મને ન સમજાયું
મનની બારી રાખી ઉઘાડી,
વિચારો સાથે કરી ગોષ્ઠિ,
સંગાથમાં તું નહતો,
એ મને ન સમજાયું.
હતી જબરદસ્તી મારી સાથે,
બાંધછોડ કરી હતી મેં,
દિલમાં તું નહતો,
એ મને ન સમજાયું.
વેદનાઓનો દરિયો હતો,
મધદરિયે નાવડી હતી,
સુકાની તું નહતો,
"સખી" એ મને ન સમજાયું.

