ચાદરની કરચલીઓ મને પીડે છે
ચાદરની કરચલીઓ મને પીડે છે


બેચેની ભરી રાત જ્યારે શિરે ચડે છે
તારા વિના શ્યામની ધૂન ગણગણે છે
યાદોના રણકારથી હૈયું જ્યારે રડે છે
ચાદરની કરચલીઓ ત્યારે મને પીડે છે.
સાત જન્મનાં સપના તૂટતાં જોયા છે
પારકા ને પોતાના માનતા મૂરખા જોયા છે
અમાસે ચકોર જ્યારે ચાંદ વિના ચિડે છે
ચાદરની કરચલીઓ ત્યારે મને પીડે છે
એકાંતમાં રહેવાની ટેવ જ્યારે પાડી છે
તારી એક યાદ એ આંસુઓની ધાર કાઢી છે
મનાવ્યું છે મન ને પણ હૈયું જ્યારે ગળગળે છે
ચાદરની કરચલીઓ ત્યારે મને પીડે છે
સત્સંગનો રંગ હવે મને ચડ્યો છે
સંત સમાગમ એ સાચો પ્રેમ મળ્યો છે
સારા સંગે રહી ને આ મન જ્યારે ક્રીડે છે
ચાદરની કરચલીઓ ત્યારે મને પીડે છે