મને નહિ ફાવે
મને નહિ ફાવે
આમ કૈં એકાએક વૃદ્ધ થવાનું મને નહિ ફાવે.
પગે પડતાને આશીર્વાદ દેવાનું મને નહિ ફાવે.
વીતાવી જિંદગી સિનેમાનાં ગીતો માણવામાં,
લઈને મંજીરાં ભજન ગાવાનું મને નહિ ફાવે.
ઈન્શર્ટમાં થઈ સજ્જ ફરનારો હું જીવ રહ્યો,
ધોતી -ગંજીમાં દેહ ઢાંકવાનું મને નહિ ફાવે.
છું ઉપાસક અરીસાનો, સેન્ટ લગાવી ફરતો ને,
શ્વેતકેશે સ્વમાન નેવે મૂકવાનું મને નહિ ફાવે.
" કાકા" તો હજી ઠીક આ " દાદા" ક્યાંથી આવ્યું ?
રમાડેલાં રમાડતાં એવું રમવાનું મને નહિ ફાવે.