દર્દ
દર્દ
હું મારા દર્દનો ઇલાજ કરું.
કે મારા જેવાનો સમાજ કરું.
વૈદો અને હકીમો થાકી ગયા,
મારી ફરિયાદ શું આજ કરું?
દવા પણ નાકામિયાબ રહી,
હવે શું મારા દર્દને કાજ કરું.
પરેજી પાળી પાળી થાક્યો,
કે હવે દર્દને શિરતાજ કરું?
સૌ પોતપોતાનામાં રત છે,
ક્યાં જઈ હું અવાજ કરું?
