STORYMIRROR

Kuntal Shah

Tragedy

4  

Kuntal Shah

Tragedy

હીંચકો

હીંચકો

1 min
430

રાત દિવસ ઝૂર્યા કરે છે ઉદાસ એક હીંચકો

કોણ જાણે કોને ઝંખ્યા કરે છે આ હીંચકો ?


કોઈક યાદની ઠેસ વાગતી રહે છે સતત,

ને સ્મરણોનાં સ્પંદનોમાં ઝુલ્યા કરે છે હીંચકો,


એક જણ, જેની સાથે હરએક સાંજ વીતી,

એ જણને હર શખ્સમાં ખોળ્યા કરે હવે હીંચકો,


જેના સંગાથમાં સઘળું સુંવાળું સુંવાળુ હતું,

એના વગર કીચૂડ- કીચૂડ રડ્યા કરે છે હીંચકો,


આમ તો જનારા ક્યાં કદી પાછા આવ્યા છે,

કદાચ !! ની એક અટકળે જીવ્યા કરે છે હીંચકો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy