Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PAYAL BHOJANI

Tragedy

4.7  

PAYAL BHOJANI

Tragedy

સંબંધોની છબી

સંબંધોની છબી

1 min
940

આજે આ છબી ઝાંખી કેમ થઈ ગઈ છે ?

લાગે છે લાગણી કેરા સંબંધોના એ રંગ ઊડી ગયા છે.

ઊગેલા સ્નેહ પર, ઊનાળે વાયરા ફરી વળ્યા તો,

ચોમાસે ખીલેલા એ ગુલાબી ફુલ 'બેકગ્રાઉન્ડ' થઈ ગયા છે.

નજરુ રૂપી કાંચથી નિહાળતા વિસરી ગયા તમે તો,

વિરહ કેરી ધૂળનાં એ જાળાથી 'ફ્રેમ' થઈ ગઈ છે.

કાચા પન્ને લખેલી એ પ્રીત ફાટી ગઈ તો,

વાંચનાર માટે હવે એ લીટી 'સ્લોગન' થઈ ગઈ છે.

એવી તો શું ભૂલ રહી ગઈ છબી મઢનારની કે,

ચિત્રકારની એ મીઠી કલ્પના વ્યર્થ 'ડ્રોઈંગ' થઈ ગયું છે.

યાદ નથી કેટલો સમય થયો આ છબી લટકાવી તેને,

હવે તો લાગે છે, છબી મટી એ ભીંત કેરુ 'પોસ્ટર' થઈ ગયું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy