STORYMIRROR

SHEFALI SHAH

Romance Tragedy

4  

SHEFALI SHAH

Romance Tragedy

ઝળકી ગયું

ઝળકી ગયું

1 min
302

જો ને બની મનમોજી એ તો નીકળી ગયું,

મારું આંસુ આંખોમાં એવું તો ઝળકી ગયું.


ઘણુંય સમજાવ્યું હતું મારા હૃદયે એને,

તોય પ્રિતમને દ્વારે જોઈ એ પીગળી ગયું.


આંખોમાંથી શરૂ કરી એણે તો નવી યાત્રા, ગાલને સ્પર્શીને એના પરથી એ સરકી ગયું.


ગળે પહોંચતા તો સંયમનું પડ તૂટી ગયું.

ને જોઈને પ્રીતમનું હૃદય પણ પીગળી ગયું.


મનમોજી બનીને જોને કેવું કામ કરી ગયું,

મારા પ્રિતમ જોડે મેળાપ કરાવી ગમી ગયું.


અંતરની વાત એ મનમોજી બની કહી ગયું, મારું આંસુ આંખોમાં એવું તો ઝળકી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance