STORYMIRROR

Kajal Henia

Tragedy Inspirational

4  

Kajal Henia

Tragedy Inspirational

કક્કો

કક્કો

1 min
1.1K

હવે કેમેય કરી હસી શકું છું ના હું રડી શકું છું,

જીવન છે કડવી ગોળી હા, હું એ ગળી શકું છું,


છે તમામ, સગા સ્વજન પડોશી મિત્રો ખૂબ ડાહ્યા,

ગાંડાને મળવાનું મન થાય તો, અરીસાને મળી શકું છું,


કક્કો બારાખડી ને હ્સ્વ સ્વરની માત્રામાં નથી ગતાગમ મને,

સંબંધોને સુંદર સુગંધી શબ્દોના મણકામાં વણી શકું છું,


જીત્યા છે જે જગતને એ સર્વે ને સલામ છે મારી,

હારી નિજ જાતને હા હું સબંધો સચોટ રીતે ભણી શકું છું.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy