Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuntal Shah

Romance Tragedy

4  

Kuntal Shah

Romance Tragedy

વીત્યા દિવસો

વીત્યા દિવસો

1 min
301

વીત્યા દિવસો રોજ મારા, ભ્રમણામાં

રાત વીતી છે સદા બસ, સપનામાં

વરસો જે ઈચ્છાને બુચકાર્યા કરી,

આજ હઠ લઈ બેઠી છે એ ધરણામાં,

એથી લાગ્યું છે સરળ જીવન-ગણિત,

અઘરા પ્રશ્નો છોડી દીધા અથવામાં,

થોડાં શમણાં છે ને અઢળક ભ્રમણાં છે,

બીજું ક્યાં કંઈ છે પ્રણયની ઘટનામાં,

‘રામ’ લખવાથી ફકત એ ના તરે,

શ્રધ્ધા પણ મુકવી પડે છે પથરામાં,

ક્યાં કશું ભીનું હતું કે એ બચે ?

સઘળું સળગી ઉઠ્યું નાના તણખામાં,

એ અચાનક આજ રસ્તામાં મળ્યા,

જાણે ઝરમર વરસી’તી ભર તડકામાં,

સાદ ક્યાંથી સાંભળે એ ‘આજ’નો,

જીવે જે ‘ગઈકાલ’નાં બસ પડઘામાં,

ખોટી લાગી સુખની વ્યાખ્યા બધી,

જયારે જોયું બાળ ‘મા’નાં પડખામાં !

Rate this content
Log in

Similar gujarati poem from Romance