STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

થયું

થયું

1 min
518

અણગમતાને સતત મળવાનું થયું. 

ને બીબાંઢાળે પછી ઢળવાનું થયું. 


ન્હોતી પાત્રતા કે મધુવેણ ઉચ્ચરે,

કાગવાણી વળી સાંભળવાનું થયું. 


ન્હોતા કોઈ સિધ્ધાંત એના જીવને,

ગંદા વહેણમાં પછી વળવાનું થયું. 


શ્વસતા હતા ગ્રહીને એ પ્રાણવાયુ, 

સંગતે દિશાશૂન્ય જીવવાનું થયું. 


સ્વાર્થસંકુચિતતામાં ગળાડૂબ જે,

મજબૂરી જીવનની સમજવાનું થયું. 


ના દઈશ સંગ ઇશ માટીપગાનો,

આખરે એમાંથી નીકળવાનું થયું. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy