STORYMIRROR

બંદિશ બંદિશ

Tragedy Others

4  

બંદિશ બંદિશ

Tragedy Others

ખારાશ નથી

ખારાશ નથી

1 min
337

જોડે છીએ પણ સંબંધ નથી, 

સગપણ એવું કે અકબંધ નથી,


આમ તો તું ને હું એક જ છીએ,

પણ મારામાં તું તારામાં હું નથી,


જોડ્યો હતો સંબંધ સાત જન્મોનો,

આ જ જન્મમાં એકબીજાનાં નથી,


ઈશ્વર ને નહીં પથ્થર જ પૂજ્યા હશે,

પાસે છીએ પણ જો ને પોતાનાં નથી,


વિશ્વાસની બાજી રમી ને હાર્યા હશે, 

'બંદિશ' આમ જ આંસુને ખારાશ નથી.


Rate this content
Log in

More gujarati poem from બંદિશ બંદિશ

Similar gujarati poem from Tragedy