STORYMIRROR

Meet Prajapati

Inspirational Thriller

3  

Meet Prajapati

Inspirational Thriller

દરિયો ખેડી બેઠો છું

દરિયો ખેડી બેઠો છું

1 min
308

કણ-કણ માપી બેઠો છું !

ક્ષિતિજ ઓળંગી હું આવ્યો છું !


ના સમજો મૂરખ 'મીત'ને !

આ બહુમુખી દુનિયાના દરિયા ખેડીને હું આવ્યો છું.


તોફાનોને અંતરના હું શાંત કરીને બેઠો છું !

મેરુ સમાન આફતોને સર કરી ને આવ્યો છું !


ના સમજો કાયર 'મીત'ને !

આ બહુમુખી દુનિયાના દરિયા ખેડીને હું આવ્યો છું.

ઘુઘવાટ તોફાની દરિયાના અંતરમાં શમાવી બેઠો છું !


જીવન-પ્રવાહ ના વહેણ વિરુધ્ધ તરીને હું આવ્યો છું !

ના સમજો વિદ્રોહી 'મીત' ને !

આ બહુમુખી દુનિયાનાં દરિયા ખેડીને હું આવ્યો છું.


હુંફાળા એક સાથ-સ્મિતની ખોટ વર્તી ને બેઠો છું !

માટે સેંકડો મુખ પર મીત-હાસ્યના ફૂલ ખીલાવતો આવ્યો છું ના સમજો પાગલ 'મીત'ને !

આ બહુમુખી દુનિયાના દરિયા ખેડીને હું આવ્યો છું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational