મન થયું છે
મન થયું છે
આજે મન થયું છે...
આ મોબાઈલની સ્ક્રીન ને તોડવાનું મન થયું છે...
તલાક તલાક તલાક કહી આજે આ ડિજિટલ દુનિયાને છોડવાનું મન થયું છે....
એક નાનકડી રજા લઈ કુદરતી હવાને માણવાનું મન થયું છે...
હરદમ હાથને થકાવતા આ કી પેડને મૂકવાનું મન થયું છે....
મારી આ નાજુક ગરદન ને થોડો આરામ આપવાનું મન થયું છે....
નોટિફિકેશન ને વાયબ્રેટ ના અવાજોથી દૂર પંખીના કલરવ સાંભળવાનું મન થયું છે.....
કોઈ વકીલની સલાહ લઈ આજે મોબાઈલથી છૂટાછેડા લેવાનું મન થયું છે...
આજે મને આવું મન થયું છે.
