લગ્ન ફટાણા
લગ્ન ફટાણા
હસ્તમેળાપના સમયે લગ્ન ગીતો અને ફટાણા તો હોય જ..
એ પ્રસંગે કન્યાની બહેન, સખીઓ તેમજ કન્યાના સગા ..
સાથે સાથે વર પક્ષના લોકો પણ લગ્ન ના ફટાણા ગાઈને લગ્નનો આનંદ માણતા હોય છે.
આવું એક ગીત.
આંબા ડાળે કોયલ,
ને વનમાં નાચે મોર,
પ્રેમાળદીદી ને લઈ જનાર,
પ્રેમકુમાર કરે છે શોર,
શોર કરી ને એ ,
' માં ' ને બોલાવે,
શાદી કરવા માટે,
' માં ' ને મનાવે,
' માં ' થયા રાજી,
ઈશ્વર બને સાક્ષી,
આજે થાય શાદી,
ને દીદી બને રાની,
વન વગડા ના પક્ષીઓ,
કરે છે કિલ્લોલ,
પ્રેમાળ દીદીના મનમાં,
ખુશીના છે હિલ્લોળ.
