Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Milee Tanna

Romance Fantasy Others

4.6  

Milee Tanna

Romance Fantasy Others

ચાલ ને થોડું દોડી લઈએ

ચાલ ને થોડું દોડી લઈએ

1 min
343


જિંદગીના પ્રવાસનો થાક ઉતારી,

ચાલ ને થોડું દોડી લઈએ.


સુખ દુઃખની ગમ્મતોને વિરામ આપી,

ચાલ ને થોડું દોડી લઈએ.


ખોવાયેલી દરેક ઈચ્છા ને ફરી જગાડી,

ચાલ ને થોડું દોડી લઈએ.


આ સમયને બંધ મુઠ્ઠીમાં જકડી,

ચાલ ને થોડું દોડી લઈએ.


સ્વપ્નનાં ચલચિત્રોનાં મનોરંજને,

ચાલ ને થોડું દોડી લઈએ.


ખાટીમીઠી દરેક પળોને વાગોળતા,

ચાલ ને થોડું દોડી લઈએ.


થાકી જવાશે.........,


ફરી ક્યાક થાકી જવાશે,

પણ આ અનુભવોને જીવંત કરતાં,

ચાલ ને થોડું દોડી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance